હળવદ તાલુકાના દેવીપુર ગામની સગીરાને તેના પિતાએ મોબાઈલ ને બદલે ભણવામાં વધુ ધ્યાન આપવા બાબતે ઠપકો આપતાં લાગી આવ્યું હતું અને પોતાના ઘરે જ સાડી વડે ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મહેશભાઈ તારબુંદીયાની દીકરી માધવીને ધોરણ ૧૦ માં ઓછા ટકા આવ્યા હોય અને મોબાઇલમાં વધુ રસ ધરાવતી હોય જેથી તેને મોબાઇલમાં ધ્યાન આપવાને બદલે અભ્યાસમાં વધુ ધ્યાન દેવા તેણીના પિતાએ ઠપકો આપ્યો હતો જે લાગી આવતા સગીરાએ તેના ઘરે તેના મમ્મીની સાડી વડે ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો.જે બનાવની જાણ હળવદ પોલીસ ને થતાં પોલીસે બનાવ સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.