હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા પરસોતમભાઈ નાનજીભાઈ તારબુંદીયા વાળા એ અગાઉ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી અંબારામભાઈ ઉકાભાઈ, વશરામભાઈ ત્રિભોવનભાઈ ધારીયા પરમાર (રહે.બજરંગ સોસાયટી રવાપર રોડ), ભગવાન ભાઈ ઉકાભાઈ ધારીયા પરમાર (રહે.ટિકર રણ), બળદેવભાઈ ત્રિભોવનભાઈ (રહે.રવાપર રોડ મોરબી),હસમુખભાઈ અંબારામભાઈ (રહે.દેવીપુર), પ્રદીપભાઈ ભગવાન ભાઈ ધારીયા પરમાર (રહે.ટિકર) નામના છ શખ્સો એ વાડી એ આવી ફરિયાદી પર લોખંડના પાઇપ,ધારીયા અને ધોકા વડે હુમલો કરી ફરિયાદી અને તેમની સાથે રહેલ અમૃતભાઇ ને ઈજાઓ પહોચાડી હતી જે બાબતની ફરિયાદ નોંધી ને હળવદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.