Saturday, April 20, 2024
HomeGujaratટંકારાના ઘુનડા (સ.) ગામે સરકારી ખરાબામાં રૂ. 1.89 કરોડની ખનીજ ચોરી ની...

ટંકારાના ઘુનડા (સ.) ગામે સરકારી ખરાબામાં રૂ. 1.89 કરોડની ખનીજ ચોરી ની ફરીયાદ બાદ 5 ની અટકાયત

પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા એ અવરલોડ અને પરમિટ વગર ની ખનીજ ગાડી ને ડિટેઈન કરતા ખનિજ માફિયાઓમા ફફડાટ.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ઘુનડા (સ.) ગામે સરકારી ખરાબામાં હિટાચી મશીન વડે ચાલતી મોરમ મેટલની ચોરી ઉપર ખાણ અને ખનીજ વિભાગે દોરડો પડ્યો હતો અને ખાણ અને ખનીજ વિભાગે ઘુનડા (સ.) ગામે સરકારી ખરાબામાં રૂ.1.89 કરોડની ખનીજ ચોરીને ઝડપી લીધી હતી અને આ અંગે ખનીજચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી પાંચે આરોપી ને ધડદબોચી અટકાયત કરી છે

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર જે. ભાદરકાએ આરોપીઓ ડંમ્પર નં:જીજે-૧૨-એટી-૬૬૮૬ નાં ચાલક માનસિંગભાઈ મગનભાઈ કુરિયા અને માલિક વિજયભાઈ મનુભાઈ રાઠોડ તેમજ હીટાચી મશીન પીળા રંગનુ L&T KOMATSU કંપનીનુ રજીસ્ટ્રેશન નંબર વગરનાં ચાલક અને માલિક તથા ભાગીદાર અને ધંધાની દેખરેખ રાખનાર નિલેષભાઈ લક્ષમણભાઈ રાવા અને કિશનભાઈ રમેશભાઈ અજાણા સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ઘુન્ડા (સ) ગામની સીમતળની સરકારી ખરાબાની જમીનમાંથી હાર્ડ મોરમ (મેટલ) ખનીજનુ ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે ખનન કરતા ડમ્પર વાહન નંબર GJ-12-AT-6686 વાળુ તથા રજીસ્ટેશન નંબર વગરના હીટાચી મશીન સાથે મળી આવતા સ્થળ તપાસ કરતા ૫૯,૬૫૮.૬૬૧ મેટ્રીક ટન હાર્ડ મોરમ ખનન વહન કરેલ હોવાનુ ફલીત થયેલ હોય અને કુલ રૂ.૧,૮૯,૨૬,૭૧૧ નો દંડ વસુલાત કરવા પાત્ર થયેલ હોય અને આરોપીઓએ ગેરકાયદે ખનિજ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ ટંકારા પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા દ્વારા પાંચે આરોપી ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તદ ઉપરાંત ટંકારા રાજકોટ મોરબી રોડ પર થી પસાર થતી રોયલ્ટી વગરની અને વધુ લોડ વાળી રેતી ના 10 થી વધુ ડમ્પર વાહનો ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજમાફીયા મા રીતસર નો ફફડાટ ફેલાયો છે અત્યાર સુધી લાખો નો ડંડ અભિષેકે ગુપ્તા ની કાર્યવાહી કરતા ફટકાર્યા છે અને આ રોડ ઉપર થી રેતી કે ગેરકાયદે નિકળતા વાહનો દરમાં સંતાઈ કે કેડી બદલાવી દીધી હોય એવુ લાગી રહ્યુ છે. સાથે સાથે પ્રોબેસ્નલ અધિકારી ની કામગીરી ની પંથક આખામાં કામગીરી ને લઇ ચર્ચા થઈ રહી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!