Friday, April 26, 2024
HomeGujaratહળવદના ઢવાણ ગામે જૂની બોલાચાલીનો રોષ રાખી તારુણ સહિત બે ને ધોકાવી...

હળવદના ઢવાણ ગામે જૂની બોલાચાલીનો રોષ રાખી તારુણ સહિત બે ને ધોકાવી નાખ્યા

હળવદ તાલુકાના ઢવાણા ગામે તળાવની પાળે અગાઉના ઝઘડાનું વેર વાળવા આવેલ ચાર શખ્સો તરુણ કાંઈ સમજે તે પહેલાં જ ધોકા અને ઢીકા પાટુનો માર મારવા તૂટી પડ્યા હતા. આ મામાલે ફરિયાદ નોંધાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ ઘટના અંગેની વિગત એવી છે કે રાજકુમાર ઉર્ફે રાજુભાઈ વજુભાઈ દેધરેજીયા (ઉ.વ.૧૭ રહે.ઢવાણા રામજી મંદિર પાસે તા.હળવદ)ને ચૌદેક દિવસ અગાઉ આરોપી રાજેશ ઠાકરશીભાઈ છોગાળા સાથે બોલેરો ગાડી રસ્તામા રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખી ફરી માથાકૂટ થઈ હતી જેમા આરોપી રાજેશ ઠાકરશીભાઈ છોગાળાએ રાજકુમાર પાસે આવી લાકડાના ધોકાનો જોરદાર ઘા ઝીંકી લીધો હતો.

ત્યારબાદ ધીરજ શંકરભાઈ છોગાળા, વિપુલ ધીરજભાઈ છોગાળા, મનસુખ ભોપાભાઈ છોગાળાએ રાજકુમાર તથા સાહેદ સાથે જપાજપી કરી ચારેય આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી હતી આ મતલબની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!