Saturday, December 21, 2024
HomeGujaratહળવદમાં સોલાર વોટર હીટરના પ્લમ્બીંગ બીલ બાબતે ઉશ્કેરાયેલ શખ્સે આધેડ પર કર્યો...

હળવદમાં સોલાર વોટર હીટરના પ્લમ્બીંગ બીલ બાબતે ઉશ્કેરાયેલ શખ્સે આધેડ પર કર્યો હુમલો

હળવદના રેલવે સ્ટેશન રોડ ઉપર પટેલ વાયર એજન્સી નામની દુકાન ધરાવતા વેપારી સાથે સોલાર વોટર હિટરના બિલ બાબતે બોલાચાલી કરી એક શખ્સે લોખંડની વસ્તુના ઘા કરી આધેડને ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદમાં સરા રોડ પાર આવે આલાપ સોસાયટીમાં રહેતા અને હળવદના રેલવે સ્ટેશન રોડ ઉપર પટેલ વાયર એજન્સી નામની દુકાન ધરાવતા વિનોદભાઇ લક્ષ્મણભાઇ દલસાણીયા નામના વેપારી પર હળવદનાં રાણેકપર રોડ પાર આવેલ રામવીલા બંગ્લોઝમાં રહેતા મેહુલસિહ ઝાલા નામના આરોપીએ ફરિયાદીની દુકાને જઈ સોલાર વોટર હીટરના પ્લમ્બીંગ બીલ બાબતે બોલાચાલી કરી ગાળો આપી ટેબલ પર પડેલ લોખંડની વસ્તુનો ઘા કરી ફરિયાદીને જમણા હાથે તથા જમણા પગે સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ ૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬ મુજબ ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!