Thursday, May 9, 2024
HomeGujaratહળવદમાં “તમે કેમ અમારા છોકરાઓને મારો છો” તેમ કહી વૃદ્ધાને માર માર્યો,...

હળવદમાં “તમે કેમ અમારા છોકરાઓને મારો છો” તેમ કહી વૃદ્ધાને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મારમારીના આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વસંતબેન તખાભાઈ મજેઠીયા (ઉ.વ.૭૧, રહે. હળવદ પંચમુખી ઢોરો)એ આરોપીઓ કંકુબેન ટીનાભાઈ, પંચીલાબેન મહેશભાઈ તથા પાયલબેન ટીનાભાઈ (રહે બધા- પંચમુખી ઢોરો તા. હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ સાંજના પાંચેક વાગ્યે ફરીયાદીના દીકરાના દીકરા તથા આરોપી પક્ષના છોકરાઓ ઝગડો કરતા હોય. જેને ફરીયાદી છોડાવા જતા આરોપીઓ ત્યાં આવી ફરીયાદીને કહેલ કે તમે કેમ અમારા છોકરાઓને મારો છો તેમ કહી આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી ફરીયાદીને પાડી દઈ ફરીયાદીને ડાબા હાથમા ફેકચર જેવી ઇજા પહોંચાડી હતી. હળવદ પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી ત્રણેય મહિલાઓ સામે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!