Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાં સ્કૂટર અથડાવા જેવી નજીવી બાબતે બબાલ કરી ચાર શખ્સોએ યુવક પર...

હળવદમાં સ્કૂટર અથડાવા જેવી નજીવી બાબતે બબાલ કરી ચાર શખ્સોએ યુવક પર હુમલો કર્યો

હળવદમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અગાઉ યુવકની એક્ટીવાનું ઈસમ સાથે અકસ્માત સર્જાયું હતું. જેનો ખાર રાખી ઈસમે તેના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી યુવક પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના ધાંગધ્રા દરવાજા પાસે, રાવલફળી ખાતે રહેતા કીશનભાઇ ઉર્ફે કાળુ પ્રવિણભાઇ બાબરીયા નામના યુવકની એક્ટીવા સાથે આરોપી અનિલની મોટરસાઇકલનું એક્સીડન્ટ થતા આ આરોપીએ તે બાબતનું મનદુ:ખ રાખી ઉશેરાઇ જઇ ભુંડી ગાળો બોલી અનિલે ફરિયાદીના જમણા પગે લોખંડનો પાઇપ મારી તથા તેના અન્ય સાથીઓ વિપુલભાઇ ધિરજભાઇ દલવાડી, બળદેવભાઇ મનજીભાઇ દલવાડી તથા ભરતભાઇ મનજીભાઇ દલવાડી (રહે-બધા. ખારીવાડી, હનુમાનજીના મંદીર પાસે, હળવદ, તા.હળવદ જી.મોરબી)એ આવી લોખંડની ટામી, લોખંડના પાઇપ વડે માર મારતા સમગ્ર મામલે યુવકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!