માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઇ (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે. તે “ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા” માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે. ત્યારે હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેને વિવિધ ત્રણ બાબતોને લઇ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર પાસેથી RTI રિપોર્ટ મંગાવ્યો છે.
અશ્વિનભાઇ ઇશ્વરભાઇ કણઝરીયાએ જણાવ્યું હતું કે, હું માહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫ હેઠળ આપની પાસેથી ત્રણ વિષયો પર માહિતી મેળવવા માંગુ છું. જેમાં બાંધકામ શાખા તથા પાણી પુરઠા શાખા તથા શેનીટેશન શાખા તથા રોશની શાખામાં તારીખ :- ૦૧/૦૮/૨૦૧૨થી થતા કામોના વર્ક ઓડર લેખીત માહીતી આપવા, હળવદ-નગરપાલિકામાંથી બાંધકામ શાખા તથા પાણી પુરઠા શાખા તથા શેનીટેશન શાખા તથા રોશની શાખા તારીખ :- ૦૧/૦૧/૨૦૨૩ કામોના જે બીલ ચુકવવામાં આવેલ હોય તે કેવા પ્રકારથી ચુકવવામાં આવેલ છે રોકડ,ચેકથી કે અન્ય કોઇ રીતે તેની લેખીત માહીતી આપવા, તથા હળવદ-નગરપાલિકા માં તારીખ :- ૦૧/૦૧/૨૦૨૩ થી સ્વ.ભંડોળમાંથી કરેલા કામના વર્ક ઓડર તથા જે બીલની ચુકવણી કરેલ હોય તે કેવા પ્રકારથી ચુકવવામાં આવેલ છે. રોકડ, ચેકથી કે અન્ય કોઇ રીતે તેની લેખીત માહીતી આપવા વિનંતી. તેમ નગરપાલિકાના કારોબારી ચેરમેન અશ્વિનભાઇ ઇશ્વરભાઇ કણઝરીયાએ રૂ.૨૦/-ના નોન જયુડીશીશયલ સ્ટેમ્પ સાથેની અરજી લખી હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરને મોકલી હતી.