Sunday, May 19, 2024
HomeGujaratરાજકોટ રેન્જ આઇજી દ્વારા સબ જેલની મુલાકાત લેવાઈ : કેદીઓની રૂબરૂ મુલાકાત...

રાજકોટ રેન્જ આઇજી દ્વારા સબ જેલની મુલાકાત લેવાઈ : કેદીઓની રૂબરૂ મુલાકાત કરી

આજ રોજ મોરબી જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અને મોરબી રાજકોટ રેન્જ આઇજી તેમજ મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીએ જિલ્લા પોલીસનું વાર્ષિક પોલીસ ઇન્સ્પેકશનના ભાગરૂપે સબ જેલની મુલાકાત લીધી હતી અને તમામ બાબતોની ચકાસણી કરી હતી. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવને જેલનો વહીવટ તથા વ્યવસ્થા સાફસફાઈ સારી લાગતા તેઓએ કામગીરીને બિરદાવી હતી. તેમજ તમામ કેદીઓની રૂબરૂ મુલાકાત કરી તેઓને કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો તે અંગે પૂરાપરછ કરતા કોઈ પણ કેદીએ રજૂઆત કે ફરિયાદ કરી ન હતી, જેથી શોકકુમાર યાદવે સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ મુલાકાતમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ. ચાવડા પણ હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!