Thursday, April 25, 2024
HomeGujaratહળવદના ભાગ નં.૨૪૮માં ઈવીએમની કેપીસીટી કરતા વધુ વોટર્સ હોવાથી મતદાન એક કલાક...

હળવદના ભાગ નં.૨૪૮માં ઈવીએમની કેપીસીટી કરતા વધુ વોટર્સ હોવાથી મતદાન એક કલાક મોડું પૂર્ણ થયુ

ગુજરાત ની ૮૯ બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં હળવદ ધ્રાંગધ્રા બેઠક માટે પણ આજે મતદાન યોજાયું હતું સામાન્ય રીતે ઇવીએમ બગડી જવાના બનાવો બનતા હોય છે પરન્તુ અહીં મતદારો ની સંખ્યા મશીન ની કેપીસીટી કરતા વધુ હોવાથી સમસ્યા સર્જાય છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદ ના ભાગ નમ્બર ૨૪૮ માં આ સમસ્યાના કારણે મતદાન સમય મર્યાદા કરતા એક કલાક મોડું પૂર્ણ થશે જેમાં ઇવીએમની કેપીસીટી અગાઉ ૧૨૦૦ વોટ ની હતી જે હવે વધારીને ૧૪૦૦ ની લિમિટ છે અને સામે આ ભાગ નમ્બર ૨૪૮માં ૧૩૯૭ જેટલા વોટર્સ છે એટલે ઇવીએમ મશીન પૂર્ણ રીતે ઉપયોગ લેવાતું હોય જેથી લોડના કારણે વોટિંગ પ્રક્રિયા માં મોડું થાય છે અને મશીન પર લોડિંગ ને કારણે ૯૧૪ વોટ પડવામાં જ સાંજ ના પાંચ વાગી ગયા હતા જ્યારે પાંચ વાગ્યા બાદ પણ બુથ બહાર ૧૦૦ જેટલા લોકો મત દેવા માટે લાઇન માં ઉભા હતા જેથી દરેક ચૂંટણી માં ફરજિયાત વધુ સમય આપવો પડે છે જે રીતે આજે પણ સમય આપવામાં આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યા બાદ ૧૧૦ જેટલું વોટિંગ થયું હતું.

આ બાબતે બીએલઓ દ્વારા આ ભાગ નં ૨૪૮ માં બે ભાગ કરવામાં આવે એવી રજૂઆતો મામલતદાર ને કરેલી છે પરંતુ મામલતદાર દ્વારા હજુ સુધી કોઈ પગલા લઈ દરેક ચૂંટણી માં ઉભી થતી આ સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું ન હોય જેથી આ વખતે પણ એક કલાક વધુ વોટિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!