Thursday, April 25, 2024
HomeGujaratમોરબી:ભાઈ જો મારે હો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા આયવી...

મોરબી:ભાઈ જો મારે હો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા આયવી હઉ: કેશરબેન

મતદારો માટે પ્રેરણારૂપ સદી વટાવી ચુકેલા માતા અને દિવ્યાંગ પુત્રીની જોડી

- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે તમામ મતદાન મથકો પર મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. યુવાથી માંડીને ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલા મતદાર ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. મોરબીના મહેન્દ્રનગર ખાતે સદી વટાવી ચુકેલા માજી અને તેમના દિવ્યાંગ પુત્રીએ ઉત્સાહભેર મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

મોરબીના મહેન્દ્રનગર ખાતે ૧૦૦ વર્ષ વટાવી ચુકેલા કેશરબેન કાવર અને તેમના દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજા એમ બંન્ની માતા-પુત્રી વ્હીલચેરમાં મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.આ બાબતે કેશરબેન કાવરે હર્ષભેર જણાવ્યું હતું કે, ‘ભાઈ જો મારે હો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા આયવી હઉ’તેમના પુત્રી છબીબેન મેરજાએ જણાવ્યું હતું કે, મારે આ તકલીફ છે તો પણ મતદાન કરવા આવી છું, મતદાન કરવું જ જોઈએ અને તમામ લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપતો કિસ્સો જોવા મળ્યો હતો .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!