Saturday, October 5, 2024
HomeGujaratમોરબીના ઇન્દિરાનગરમાં પરિણીતાને અમદાવાદથી તેડી લાવવા મામલે એક જ પરિવારના સભ્યો બાખડ્યા...

મોરબીના ઇન્દિરાનગરમાં પરિણીતાને અમદાવાદથી તેડી લાવવા મામલે એક જ પરિવારના સભ્યો બાખડ્યા : સામસામી ફરિયાદ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા રમેશભાઇ હનુભાઇ ચાવડા (ઉવ.૩૭) એ આરોપીઓ મનસુખભાઇ હનુભાઇ ચાવડા, કુસુમબેન હનુભાઇ ચાવડા, મનીષાબેન હનુભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૩ ના રોજ સવારના આશરે સાડા આઠેક વાગ્યે ફરીયાદી પોતાની પત્નિને અમદાવાદથી તેડી લાવતા આ બાબતે આરોપીઓને સારૂ ન લાગતા તે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઇપ વતી ફરીયાદીને પગમા તથા વાસામા મુંઢમાર ઇજાઓ પહોંચાડી હતી.

- Advertisement -
- Advertisement -

સામાપક્ષે કુસુમબેન હનુભાઇ ચાવડા (ઉવ.૨૭ ધંધો.મજુરી રહે.ઇન્દિરાનગર, મહેન્દ્રનગર મોરબી-૨) એ આરોપી રમેશભાઇ હનુભાઇ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ સાહેદ ફરીયાદીના ભાઇ મનસુખ તેમજ બહેન મનીષા સાથે ઝપાઝપી કરી આ ત્રણેય ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!