Thursday, May 2, 2024
HomeGujaratટંકારા : હમિરપર ગામનાં પાટીયા પાસે ડમ્પરચાલકે હડફેટે લેતાં બાઈકસવાર બેનાં મોતનાં...

ટંકારા : હમિરપર ગામનાં પાટીયા પાસે ડમ્પરચાલકે હડફેટે લેતાં બાઈકસવાર બેનાં મોતનાં બનાવમાં, ફરિયાદ નોંધાઈ

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩નાં રોજ રાજકોટના રેલનગર મેઇન રોડ ઉપર આવેલ સંતોષનગરમાં રહેતા ટીશાભાઈ ગોગાભાઈ ભરવાડ (ઉ.વ.૬૭) તથા મિતાણા ગામે રહેતા વાલાભાઈ ભાનાભાઇ ભરવાડ (ઉ.વ.૬૨) નામના બે વ્યક્તિઓ આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ટંકારાના મિતાણા-પડધરી રોડ ઉપર હમીરપર ગામના પાટીયા નજીક જીજે- ૦૩-જેએચ-૧૭૬૦ નંબરના મોટરસાયકલ ઉપર ડબલ સવારીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ડમ્પર ચાલકે પેતાનું ડમ્પર નં. જીજે-૦૩-બીવી-૭૦૯૭ વાળુ પુરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી આ ડબલ સવાર બાઇકને હડફેટે લેતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી વાલાભાઈ ભાનાભાઇ ભરવાડ અને ટીશાભાઈ ગોગાભાઈ ભરવાડના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બાદમાં બન્ને મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડમ્પરચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. બનાવ અંગે મૃતક વાલાભાઈનાં પુત્ર નારણભાઈ વાલાભાઈ વકાતર (ઉ.વ.૪૨, રહે. મીતાણા ગામ, પ્રભુનગર, તા. ટંકારા) વાળાએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!