બનાવની વિગત મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા ગૌરવભાઈ છગનભાઈ દુબરીયા (ઉ.વ.૨૨) વાળાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.