હોટેલના માલિકે લુખ્ખાઓ પૈસા વગર ચા પીવા આવો છો કહી હુમલો કર્યો, સામાપક્ષે બે શખ્સોએ પણ હોટેલના માલિક સહિત બેને માર માર્યાની ફરિયાદ નોંધાઈ
મોરબી: માળીયા નજીક ચાની હોટેલે ચા પીધા બાદ ચાના પૈસા આપવાની બાબતે માથાકૂટ થતા બે શખ્સોએ વેપારીને છરી ઝીકી દેતા આ બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે.જો કે ચાના પૈસા બાબતે હોટેલના માલિક અને બે શખ્સો વચ્ચે રીતસર ઘીગાણું થયું હતું. જેમાં હોટેલના માલિકે લુખ્ખાઓ પૈસા વગર ચા પીવા આવો છો કહી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે.
માળીયા (મી) પોલીસ મથકમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રીયાઝભાઇ અલ્યાસભાઇ સખાયા (ઉ.વ ૩૪ ધંધો વેપાર રહે માળીયા મી રાખોળીયા વાંઢ વિસ્તાર તા માળીયા મી જી.મોરબીવાળા) એ આરોપી નિજામભાઈ જાનમામદભાઈ સામતાણી, સમીર જાનમામદભાઈ સામતાણી (રહે બન્ને રાખોડીયા વાઢ વિસ્તાર તા.માળીયા મીં) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આશીષ હોટલની સામે રિયાઝભાઈ અલ્યાસભાઈ સખાયાની ચા પાણીની હોટ્લ પાસે માળીયા મીં ખાતે એક આરોપીએ સાહેદ મહેબુબભાઇની હોટલે ચા પીધેલ તેના પૈસા સાહેદ મહેબુબભાઇ માગતા આરોપીએ સાહેદને ગાળો બોલતા સાહેદે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ સાહેદ મહેબુબભાઇને છરીનો એક ઘા ડાબા પડખામા મારી ઇજા કરી તેમજ ફરીયાદીને માથામા છરી નો એક ઘા મારી ઇજા કરી બીજા આરોપીએ લોખડના સળીયા વતી સાહેદ મહેબુબને મારમારી પાસળીમા ફેકચર જેવી ઇજા કરી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામાપક્ષે ફરિયાદી નિજામભાઈ જાનમામદભાઈ સામતાણી ઉ.વ ૩૫ દંધો મજુરી રહે માળીયા મી રાખોળીયા વાંઢ વિસ્તાર તા માળીયા મીએ આરોપીઓ રિયાઝભાઈ અલ્યાસભાઈ સખાયા તથા મહેબુબભાઈ અલ્યાસભાઈ સખાયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપીની હોટલે ચા પીધેલ જેના આરોપીએ પૈસા માગતા ફરીયાદીએ પોતાની પાસે પૈસા નહી હોવાનુ જણાવતા આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી લુખ્ખાઓ ચા પીવા પૈસા વગર આવી જાવ છો તેમ કહેતા ફરીયાદીને ગુસ્સો આવતા ફરીયાદીએ છરી કાઢી આરોપીને મારી દેતા આરોપી.હોટલમાથી ધારીયુ લઇ આવી ફરીયાદીના માથામા ધારીયાના ઘા મારી ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.