ગઈકાલે બિપોરજોય વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ થયા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો હતો. જે અંતર્ગત મોરબીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોકે આ દરમિયાન તંત્રની પોલ પણ ખુલી જવા પામી હતી. માળિયા હાઈવે પર ખીરઈ ગામ નજીક એક માસ પૂર્વે જ ખુલ્લો મુકાયેલ નવનિર્મિત ઓવરબ્રિજ પર ગાબડાં પડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાવાઝોડાની મોરબી જિલ્લામાં ભયાનક અસર થઈ હતી. જેમાં પણ સૌથી વધુ અસર માળિયા પંથકમાં જોવા મળી હતી. જેમાં માળિયાના નવલખી બંદર વિસ્તારમાં ભારે પવન અને વરસાદ વરસતાના મસમોટા દાવા પોકાર સાબિત થયા હતા. એક માસ પૂર્વે ખુલ્લો મુકાયેલ ઓવરબ્રિજમાં ગાબડા પડી જવા પામ્યા છે. જેને પગલે પુલની ક્વોલીટી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેમજ પુલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.