મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઈ બી.પી.સોનારા સહિતની ટીમ પેટ્રોલીગમાં હોય દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે વિજયસિંહ ભૂપતસિંહ ચુડાસમા રહે.મોરબી સામાંકાઠે રોટરીનગર વાળો મોરબી તખ્તસિંહજી રોડ ઉપર આવેલ રોયલ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે જય માતાજી નામની પોતાની ઓફીસમાં બહારથી માણસો ભેગા કરી જુગાર રમતા હોય જે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આ દુકાનમાંથી તીનપતીનો જુગાર રમતા વિજયસિંહ ભુપતસિંહ ચુડાસમા, મહાવીરસિંહ બળવંતસિંહ જાડેજા, સુરેશભાઇ ઉર્ફે સંજયભાઇ ડાયાભાઇ થડોદા, સંજયભાઇ મહાદેવભાઇ જગોદણા, નિલેષભાઇ કાન્તીલાલ ઘડોદા અને મનસુખભાઇ પ્રેમજીભાઇ વિઠલાપરા એમ કુલ ૬ ઈસમોને રોકડ રૂ.૮૬૧૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ બી.પી.સોનારા, પી.એસ.આઇ એસ.એમ રાણા, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, આશીફભાઇ રાઉમાં, ભરતભાઇ હુંબલ, સમરતસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલ હતા.