મોરબીના રોહીદાસપરામાં બે પરિવાર વચ્ચે મારમારીનો બનાવ સામે આવ્યો છે જેમાં લગ્ન બાબતનો ખાર રાખી લોખંડના પાઇપ અને પથ્થરના છુટા ઘા થયાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના રોહીદાસપરા શેરી નં-૩માં રહેતા દિપકભાઇ દીલીપભાઇ રાઠોડે આરોપી અજયભાઇ શીવાભાઇ સારેશા, શીવાભાઇ કેશુભાઇ સારેશા, જશવંતભાઇ કેશુભાઇ સારેશા તથા જયાબેન કેશુભાઇ સારેશા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેના મોટા બાપુના દિકરા જીતેન્દ્રભાઇએ આરોપીના કુટુંબીજનોની દિકરી સાથે પાચેક વર્ષ થયા લગ્ન કર્યા હોય જે બાબત આરોપી અજય ને પસંદ ન પડતા તમામ આરોપીઓએ એક સંપ થઈ દીપકભાઈ અને જીતેન્દ્રભાઇ સાથે ઝઘડો તકરાર કરી ગાળો બોલી લોખંડના પાઇપ વડે હુમલો કાર્યો હતો જેમાં દીપકભાઈને માથામા ઇજા થઇ હતી તથા પથ્થરના છુટા ઘા કરતા ઇજા થઇ હતી.
જ્યારે સામે પક્ષે શીવાભાઇ કેશુભાઇ સારેશાએ આરોપી જીતેંદ્ર ઉર્ફે જલ્પો જેન્તીભાઇ રાઠોડ, દિલીપભાઇ સીદીભાઇ રાઠોડ, દિપકભાઇ દિલીપભાઇ રાઠોડ અને લખમણ ઉર્ફે લખન મોહનભાઇ રાઠોડ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર દિલીપની દીકરીએ પોતાના પુત્રના મીત્ર સાથે લગ્ન કરેલ હોય જે બાબતે આરોપીઓએ અગાઉ તકરાર કરી હતી. જેનો ખાર રાખી બાબતે તમામ આરોપીઓએ શીવાભાઇ તથા તેના પુત્ર સાથે ઝઘડો કરી હુમલો કાર્યો હતો.આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.