Friday, April 26, 2024
HomeGujaratમોરબીના લીલાપર ગામેથી દારૂ, બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝબ્બે

મોરબીના લીલાપર ગામેથી દારૂ, બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝબ્બે

મોરબી તાલુકાના લીલાપર ગામે મોરબી તાલુકા પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી દારૂ, બિયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પડ્યો હતો જ્યારે આ ગુન્હામાં અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તપાસ આરંભી છે.

- Advertisement -
- Advertisement -

લીલાપર ગામે દારૂની રેલમછેલ અંગે પોલીસને બાતમી મળતાં પોલીસે ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિર પાછળ રહેતા વિજયભાઇ કેશુભાઇ કુરીયાના રહેણાંક મકાનમાં રેઇડ પાડી હતી આ રેઇડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની
27 હજારની કિંમતની 32 બોટલ તથા કિંગફીશર સુપર સ્ટ્રોગ પ્રિમીયમ બીયરના 55 ટીન જેની કિં.રૂ .૫૫૦૦ મળી ફૂલ કિં.રૂ .૩૨,૫૦૦ ની કિંમતનો દારૂ, બીયરનો જથ્થો ઝડપાયો હતો. આ દરમિયાં પોલીસ ઝપટે ચડેલ આરોપી રાકેશ ઉર્ફે ભુરો પરસોત્તમભાઇ આત્રેશાની પૂછપરછ કરતા આ જથ્થો વિજયભાઇ કેશુભાઇ કુરીયા (જુના લીલાપર) પાસેથી લીધો હોવાનું ખુલતા આ શખ્સને ફરારી દર્શાવી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!