મોરબીમા મીર બંધુઓના પુત્ર સાથે માથાકૂટ થયા બાદ આ મામલે કાલિકા પ્લોટ વિસ્તારમાં ગઈકાલે ઘર પર બોટલોના ઘા થયા હતા. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ આ ઝઘડા અંગે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવી નવ શખ્સોએ હુમલો કર્યાની રાવ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયા (ઉ.વ ૩૨ રહે મોરબી કાલીકાપ્લોટ)ના મીત્ર ઇમરાનભાઇનો પુત્ર એહમદશા મસ્જિદે નમાજ પઢવા ગયો હતો આ દરમીયન મુસ્તાક મીર અને આરીફ મીરના દિકરા નઇમ તથા ફૈજ ત્યાં આવ્યા હતા અને કોઈ કારણસર બનેં વચ્ચે માથાકૂટ થઈ હતી.જે ઝઘડાનું વેર વાળવા આરોપી ઇમરાનભાઇ કરીમભાઇ મીંયાણા, ડેનીસભાઇ કિશોરભાઇ મીસ્ત્રી, અક્ષય ઉર્ફે ભોલો કિશોરભાઇ મીસ્ત્રી, સવો રમજુભાઇ ચાનીયા, રોહિત બાવાજી, પ્રેમલો દિપકભાઇ ઓડ, આરીફ ઇકબાલભાઇ ફલાણી, રવિ કોળી ઉર્ફે બુચીયો અને ફૈજલ સંધીએ હથિયારો સાથે ઘસી જઈ રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયા અને સાહેદોને બે કટકે ગાળો ભાંડી પથ્થર તથા સોડાની કાચની બોટલોના છુટ્ટા ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.