Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાં યુવક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા...

મોરબીમાં યુવક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ફરી વ્યાજખોરોએ માથું ઉચક્યું છે. જેમાં મોરબીના રવાપર રોડ મીલેનીયમ હાઈટ્સમાં રહેતા વેપારી યુવકે મોરબી પંથકના ત્રણ વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હોય જે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ભોગ બનનાર પાસેથી સમયાંતરે સોનાની ઘડિયાળ, બે સોનાની ડાયમંડ વીંટી, સોનાનો બ્રેસલેટ પડાવી લઇ તેમજ બળજબરીપૂર્વક બેંકના કોરા ચેક તથા લખાણ લખાવી યુવકને માનસિક ત્રાસ આપતા ભોગ બનનાર યુવકને પોતાનું ઘર છોડવા મજબૂર કરાયો હતો. વ્યાજે લીધેલા રૂપિયા પરત આપવા છતા યુવકને અવાર નવાર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વ્યાજખોર સામે ભોગ બનનાર યુવકે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ લખાવતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ તથા મણિ લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્યારે ત્રણ આરોપી પૈકી બે વ્યાજખોરની અટકાયત કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ મીલેનીયમ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં બ્લોક નં ૩૦૧માં રહેતા ઉત્તમભાઈ શૈલેષભાઇ દેથરીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રણજીતભાઇ જશુભાઇ રબારી રહે.જોધપર નદી, કિશનભાઇ મહેશભાઇ અજાણા રહે.મોરબી શનાળા રોડ હાઉસીંગ બોર્ડ તથા નયન ઉર્ફે નાનુ રબારી રહે.મોરબી શકત શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આજથી છ માસ પહેલા ઉપરોક્ત ત્રણેય વ્યાજખોર આરોપીઓ પાસેથી ઉત્તમભાઈએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે રૂપિયા લીધા હોય જેનું ઉત્તમભાઈ સમયસર વ્યાજ ચુકવતા હતા. ત્યારે આપેલ રૂપિયા પરત લેવા માટે મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર ઉત્તમભાઈની કારને આંતરી બળજબરી પુર્વક રૂપીયાની ઉઘરાણી કરી આરોપી રણજીતભાઇએ ઉત્તમભાઈ પાસેથી એક સોનાનો સેટ તેમજ આરોપી કિશનભાઇ અજાણાએ બળજબરી પુર્વક સોનાની ઘડીયાળ તથા બે સોનાની ડાયમંડ વીટી તથા એક સોનાનો બ્રેસલેટ તથા રાજકોટ નાગરીક બેંકની ચેક બુક તથા લખાણ લખાવી લઇ ત્રણેય આરોપીઓ વધુ રૂપીયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેથી કંટાળી ગત તા.૧૬/૦૪ના રોજ ઉત્તમભાઈ કોઈને કીધા વિના ઘરેથી ચાલ્યા ગયા હતા.

ત્યારે ઉત્તમભાઈના પિતા શૈલેષભાઇએ મોરબી સીટી એ ડિવિઝનમાં ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ઉત્તમભાઈના પિતા ઘરમેળે શોધખોળ કરતા હોય તે દરમિયાન એક સપ્તાહ બાદ ઉત્તમભાઈ ગોવા હોવાની માહિતી મળતા તાત્કાલિક શૈલેષભાઇ તેમને મોરબી પરત લાવ્યા હતા, ત્યારે સમગ્ર ઘર છોડવાના બનાવની ઉત્તમભાઈએ તેના પિતા તથા પરિવારને વાત કરતા આખરે ઉપરોક્ત ત્રણેય વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉત્તમભાઈની ફરિયાદના આધારે ઉપરોક્ત ત્રણ આરોપી પૈકી રણજીતભાઇ તથા કિશનભાઈની અટકાયત કરી છે જયારે ત્રીજા આરોપીની અત કરવાની તજવીજ શરુ કરી ધોરણશર્ણ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!