બનાવની મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી રોડ પર આવેલ મનીષ કાંટાની બાજુમાં કેપી કાર પોઈન્ટ(ગેરેજ)માં રહેતા કૃપાલભાઈ કનકભાઈ વાળા (ઉં.વ.૨૨)એ ફરિયાદ નોંધાવી છે કે તે તેની સેન્ટ્રો કાર નં. જીજે-૦૩-ઈસી-૪૭૩૬ નું આરોપી લાલો ઉર્ફે ખુરી અને રસિકના બજાજ પ્લેટીના મોટર સાઈકલ નં. જીજે-૦૩-બીપી-૧૮૪૩ સાથે અકસ્માત થતા મોટર સાઈકલના નુકશાનીના રૂ. ૫૦,૦૦૦/- માગતા ફરિયાદી કૃપાલભાઈ પાસે રૂપિયા ન હોય જેથી બન્ને આરોપીઓ મોટરસાયકલમાં તેમનું અપહરણ કરી લઇ જઈ રૂપિયા આપે તો છોડી દેવો છે તેમ કહી ફરિયાદી કૃપાલભાઈને અકસ્માત વાળી જગ્યાએ લાવી રૂપિયા કઢાવવા મૂઢ માર મારી રૂપિયા નહિં આપતા પેન્ટના ખીસ્સ્માંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન કિં. રૂ.૭૦૦૦/- તથા સેન્ટ્રો કારની ચાવી લુંટી બંને શખ્સોએ નાસી ગયા હતા. બનાવની ફરિયાદનાં આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.