Sunday, May 12, 2024
HomeGujaratમોરબીમાં પરિણીત શખ્સે કુંવારો હોવાનો ઢોંગ કરી સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની...

મોરબીમાં પરિણીત શખ્સે કુંવારો હોવાનો ઢોંગ કરી સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પરિણીત ઢગા એ કુંવારો હોવાનો ડોળ કરી સગીરાને ભગાડી જઇ તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આશરે ત્રણ માસ પહેલાના બનાવમાં ભોગ બનનારની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના પંચાસર રોડ પરની સોસાયટીમાં રહેતી એક મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આજથી ત્રણ માસ પહેલા મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અલ્તાફ યાસીન મોવર નામના શખ્શએ પોતે પરિણીત હોવા છતાં કુંવારો હોવાનો ઢોંગ રચીને તેમની સગીર વયની દીકરીને મોહજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપી સગીરાને ત્રણ મહિના અગાઉ તેના ઘરેથી બાઇકમાં બેસાડીને ભગાડી ગયો હતો. જ્યાં આરોપીએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ દરમિયાન આરોપી પરિણીત હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેમાં અસલિયત ઉઘાડી પડતા સગીરા તાબે ન થતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેણીને જો કોઈને કહીશ તો તારા પિતા અને ભાઈ ઉપર જીવનું જોખમ રહેશે તેવી ધમકી આપ્યાનું પણ ખુલ્યું છે.અંતે આ બનાવની સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી એ ડિવિઝનના પીઆઇ જે.એમ.આલએ આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!