Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો : સદનસીબે જીવ બચ્યો

મોરબીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો : સદનસીબે જીવ બચ્યો

મોરબી શહેરમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમય સુચકતા દાખવી પરિવારજનો આવી જતા પરિણીતાને ગંભીર હાલતમાં મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી. જ્યાં તેમની વધુ સારવાર ચાલી રહી છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબીના ભરતનગર-૧ શનાળા રોડ સ્કાયમોલની સામે પોતાના ઘરમાં રહેતી એક મહિલાએ ગઈકાલે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જવાન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સદ્નસીબે પરિવારજનો સમયસર પહોંચી જતા પરિણીતાનો જીવ બચ્યો હતો. તેમ છતાં પરિણીતાની હાલત ગંભીર જણાતા તેના પતિ અંકીત સબાપરાએ ક્રિષ્ના હોસ્પીટલ ખાતે સારવારમા ખસેડી હતી. ત્યારે ડોક્ટરના જણાવ્યા અનુસાર, પરિણીતાને જયારે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે બેભાન હાલતમાં હાટી. તેમજ તેની હાલત વધુ નાજુક જણાતા પરિણીતાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!