મોરબીના શકત શાનાળા ખાતે ભર બપોરે બાઈક પર આવેલ શખ્સ મહિલાના ગળામાંથી સોનાના દાગીના ઝુંટવી હવામા ઓગળી જતા આ મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના મકનસર (ગોકુલનગર) સ્વામીનારાયણ મંદીરની પાછળ રહેતા ચેતનાબેન ધર્મેશભાઇ કરકટા (ઉ.વ.૩૩) શક્ત શનાળા ખાતે માતાજીના મંદિર પાછળની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા આ વેળાએ શર્ટ તથા કાળુ પેન્ટ અને ગળામાં કપડાની લુંગી નાખી આવેલ અજાણ્યા આરોપી બાઈક લઈને આવ્યો હતો. જ્યા બપોરના સમયગાળા દરમિયાન ધોળા દિવસે ચેતનાબેનને પાછળી દઇ અને તેઓએ પહેરેલ સોનાના દાગીના પૈકી પયહાર તથા પાટી પારો મળી આશરે નવ તોલા દાગીના કિ.રૂ.૨,૭૦,૦૦૦ ગળામાંથી ઝુંટવી ગળાના મોટર સાયકલ ઉપર નાશી ગયો હતો. આ બનાવની ફરિયાદને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી નો ધમધમાટ શરૂ કર્યો છે.


 
                                    






