Tuesday, January 28, 2025
HomeGujaratમોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત સહિત જિલ્લામાં અપમૃત્યુના બે...

મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત સહિત જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો  નોંધાયા

મોરબી જિલ્લામા અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં કેન્સરની બીમારીથી કંટાળી મહિલાએ અને અકળ કારણસર આદિવાસી યુવાને ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ધૂનડા રોડ પર આવેલ ફલોરા એપાર્ટમેન્ટ મા રહેતા ધરતીબેન નીલેશભાઇ માકાસણા નામની 40 વર્ષીય પરિણીતા છ માસથી કેન્સર જેવી ઘાતક બીમારી ભોગવતા હતા આથી બીમારીથી કંટાળી જઇ ઘુનડા રોડ પર આવેલ માધવ ગૌશાળા સામે પરેશ પટેલના પ્લોટમા દેશી આવળના ઝાડ સાથે દોરી વડે ગળે ફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું.

અપમૃત્યુના બીજા  બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ નીધી માઇક્રોન કારખાનાના લેબર કર્વટરમાં રહેતા મૂળ એમપીના રામચંદ્ર ભાગીરથ માલવીયા (ઉ.વ.૩૭)એ પોતાના રૂમમાં કોઇ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોત ની સોડ તાણી હોવાનું પોલીસ મથકમાં જાહેર થયું છે જેને લઈને પોલીસે મોતનું કારણ જાણવા સહિતનો દિશામાં કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!