Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર ખાતે ખંઢેર મકાનમાથી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર ખાતે ખંઢેર મકાનમાથી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર શહેરના શકિતપરા વિસ્તારમાં રહેતા આરોપીઓએ ખાંઢેર મકાનમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો સંતાડયો હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ દરમિયાન 9 બોટલ દારૂ ઝડપતા આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં રહેતો સમીર ઉર્ફે સોનુ ઉર્ફે છોટુ દિલીપભાઇ ઉર્ફે દિલાવરભાઇ બાબુભાઇ રાઠોડ સિપાઇ (ઉવ.૨૧)ના રહેણાંક મકાનની બાજુમાં પડી ગયેલ ખંઢેર મકાનમાં પોલીસે રેઇડ કરી હતી આ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની કાઉન્ટી ક્લબ ડીલક્સની નવ બોટલ કી.રૂ ૨૭૦૦નો મુદામાલ ઝડપાયો હતો. જેને પગલે પોલીસે આરોપી છોટુ ને દબોચી લઈ તેની વિરુદ્ધ પ્રોહી કલમ ૬૫-ઇ, ૧૧૬-બી, મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!