મોરબી કંડલા બાયપાસ નજીક આવેલ પાપાજી ફનવર્ડ પાસે રૂપિયાની લેતી દેતી મામલે બેલડીએ માથાકૂટ કરી યુવાનને ધોકાવી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી કંડલા બાયપાસ પરના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા સહદેવભાઇ દેવશીભાઇ સોલંકી (ઉ.વ.૪૨) પાપાજી ફનવર્ડ પાસે હતા આ દરમિયાન આરોપી સાહીલ તથા સાહીલનો ભાઇએ આવી કારીબેનને આપવાના રૂપિયાની માંગણી કરી હતી. જે રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓએ ભાન ભૂલી બેફામ ગાળાગાળી કરી હતી. ત્યારબાદ આરોપી સાહિલે લાકડાના ધોકાનો ઘા માથાના ભાગે અને હાથમાં ઝીંકતા યુવાનને ઇજા થવા પામી હતી. જે બનાવને લઈને યુવાને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં બનેં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.