Friday, May 15, 2026
HomeGujaratમોરબીમાં પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી યુવકે ટ્રેન નીચે પડતું મૂકી...

મોરબીમાં પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું.

અશ્લીલ વીડિયો વાયરલ કરવાની, સંતાનોને મારી નાખવાની અને પ્રોપર્ટી છીનવી લેવાની ધમકીઓથી કંટાળી આત્મહત્યા કર્યાનો આક્ષેપ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર ખાતે રહેતા એક યુવકે પત્ની અને તેના પ્રેમી દ્વારા માનસિક ત્રાસ, બ્લેકમેઈલ અને સતત ધમકીઓથી કંટાળી ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકે આત્મહત્યા પહેલાં મોબાઇલમાં બનાવેલા વીડિયો તથા મૃતકના ભાઈની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે પત્ની અને તેના પ્રેમી સામે મરવા મજબુર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબીના વિધ્યુતનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ રમેશભાઈ જીંજવાડીયાએ ગત તા.૨૭ એપ્રિલના રોજ નટરાજ ફાટક નજીક એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડ પાસે ટ્રેન સાથે અથડાઈ આત્મહત્યા કરી હતી. શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. જોકે બાદમાં મૃતકના ભાઈ રાજેશભાઇ રમેશભાઈ જીંજવાડીયાએ દિલીપના મોબાઇલ ફોનની તપાસ કરતા આત્મહત્યા પહેલાં બનાવેલા ત્રણ વીડિયો મળી આવ્યા હતા, જેમાં દિલીપે પત્ની સજ્જનબેન અને તેના પ્રેમી વિક્રમ હમીરપરા રહે.જેતપર વાળા દ્વારા અપાતા ત્રાસ અંગે ખુલાસા કર્યા હતા.

વીડિયોમાં દિલીપે આક્ષેપ કર્યો હતો કે પત્ની અને તેના પ્રેમી વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેની જાણ થતાં વિક્રમ દ્વારા પત્નીના અશ્લીલ વીડિયો બતાવી બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. સાથે જ સમાજમાં બદનામ કરવાની, સંતાનોને મારી નાખવાની અને પ્રોપર્ટી છીનવી લેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. સતત માનસિક ત્રાસ અને દબાણના કારણે કંટાળી આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હોવાનું મૃતક દિલીપે વીડિયોમાં જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઈ રાજેશભાઈની ફરિયાદના આધારે પોલીસે પત્ની આરોપી સજ્જનબેન અને વિક્રમ હમીરપરા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!