Friday, May 15, 2026
HomeGujaratજાહેરનામું: મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે.

જાહેરનામું: મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે.

આગામી ૦૨ ઓગસ્ટ સુધી જાહેરનામું અમલી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળા રૂટને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર/વાવડી ચોકડી તરફ જવા માટેનો રૂટ રહેશે.

આ જાહેરનામું અગામી તા.૦૨/૦૮ સુધી સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૧૦.૦૦કલાક સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!