મોરબીમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ત્રાજપર ખારી રામકુવા વારી શેરીમાં રહેતા રવીભાઇ પરષોતમભાઇ રાઠોડ નામના યુવકે ગઈકાલે બપોરના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે આયુષ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઇ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.