મોરબીના ગેડા સર્કલ નજીક બેફામ સ્પીડે એક્ટીવા લઈ નીકળેલ શખ્સને બાઈક ધીમુ ચલાવવાનું કહેતા આ શખ્સે ઠપકાનો ખાર રાખી તેના ભાઈ, બહેન માતાને બોલાવી લાવી ટ્રાવેલ્સના ધંધાર્થીને માર મારી ઉપરાંત પેવર બ્લોકનો છૂટો ઘા ઝીંકી માથું ફાળી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે.
કેસની જાણવા મળતી વિગત અનુસાર ગેડા સર્કલ ચોકના બસ સ્ટેન્ડ પાસે ઉભેલા હિતેન્દ્રસિંહ સુખુભા જાડેજા (ઉ.વ.૩૬ ધંધો.ટ્રાવેલ્સ રહે.મોરબી-૨ નિત્યાનંદ સોસાયટી)એ ધૂમ સ્ટાઈમાં બાઈક લઇ નીકળેલ ભાવેશ દિનેશભાઇ કંજારીયા (રહે- રામકુષ્ણનગર મોરબી)ને બાઈક ધીમું ચલાવવાનું કહ્યું હતું આ બાબત પસંદ ન આવતા આરોપી ભાવેશ દિનેશભાઇ કંજારીયાએ ભરત ઉર્ફે ભુરો દિનેશભાઇ કંજારીયા સતવારા, તેના માતા અને બહેન ને બોલાવી લાવી માથાકૂટ કરી હતી. ત્યારબાદ તમામે એક સંપ કરી હિતેન્દ્રસિંહને ઢીકાપાટુનો માર માર્યો હતો જેમાં ભરત ઉર્ફે ભુરોએ સિમેન્ટના પેવર બ્લોકનો છૂટો ઘા કરી માથું ફાળી નાખતા પાંચ ટકા લેવાની નોબત આવી પડી હતી.
જેને લઈને હિતેન્દ્રસિંહ સુખુભા જાડેજાએ આરોપીઓ વિરુડ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૪, ૩૨૫, ૫૦૪, જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.