મોરબી તાલુકાના લુટાવદર ગામના પાટીયા નજીક રોડ પર બાઈક આડે રોઝડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકાના અંબાનગર ગામેં રહેતા અશ્વિનભાઇ ભવાનભાઇ લોરીયા બાઈક રજી.નં.સ્પ્લેન્ડર રજી નં-GJ-03-FN-0265 લઈ લુટાવદર ગામના પાટીયા નજીક આવેલ જીઈબીની ઓફીસ નજીક થી પસાર થઈ રહ્યા હતા આ દરમીયાન એકાએક રોઝડું આડે ઉતરતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક અશ્વિનભાઇને ગંભીર ઇજા થતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું આ અંગે પ્રવીણભાઇ ભવાનભાઇ લોરીયાની ફરિયાદને લઈને મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.