કોરોના વાયરસ ની ત્રીજી લહેર દસ્તક દેતી હોય એમ ભારતભર માં કોરોના કોહરામ મચાવી રહ્યો છે .ત્યારે મોરબી માં પણ કોરોના નો આંકડો નોનસ્ટોપ વધી રહ્યો છે. અત્યાર સુધી માં મોરબી ની ખાનગી શાળાઓ માં પણ કોરોના ના ઢગલાબન્ધ કેસ આવી ચુક્યા છે જેથી સ્થિતિ સતત વણસી રહી છે.
જેમાં આજે પણ મોરબી શહેર માં 12 કેસ મોરબી ગ્રામ્ય માં 10 કેસ નોંધાયા છે તથા હળવદ ગ્રામ્ય વિસ્તાર માં 1 કેસ અને ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 1 કેસ મળી ને આજે 24 જેટલા કેસ નોંધાયા છે.જેમાં આજે પણ 6 જેટલા વિદ્યાર્થીઓ કોરોના ના ભરડા માં આવી ગયા છે જેમાં નાલંદા વિદ્યાલય ના 4 વિદ્યાર્થી ,નવયુગ વિદ્યાલય નો 1 તેમજ વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ નો એક વિદ્યાર્થી સંક્રમિત થયો છે. જેથી મોરબી જિલ્લા માં હવે કુલ પોઝિટિવ એક્ટિવ કેસ નો આંકડો 63 સુધી પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આજે જ મોરબી અધિક કલેકટર દ્વારા શહેર તથા જિલ્લા ના 11 જેટલા ઘર તથા એપાર્ટમેન્ટ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.