Thursday, April 25, 2024
HomeGujaratહળવદ તાલુકાના ચરાડવા ગામે વાડામાં સંતાળેલ 29 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે આરોપી...

હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડામાં સંતાળેલ 29 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે આરોપી ઝડપાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામ આરોપીના રહેણાંક મકાન પાછળ વાડામા પોલીસે રેઇડ કરી 29 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીને દબોચી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા રાજલનગરમાં રહેતા આમીનભાઈ અનવરભાઈ કાજડીયા (ઉ.વ .૨૫)એ પોતાના કબ્જાવાળા વાડામા ગેરકાયદે અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડયો હોવાની પોલીસને બાતમી મળતા પોલિસ સ્ટાફ દોડી ગયો હતો જ્યાં રેઇડ દરમિયાન મેકડોવેલ્સ નંબર ૦૧ વ્હીસ્કીની બોટલો નંગ -૧૭ તથા કિંગ્સ ગોલ્ડ વ્હીસ્કીની બોટલો નંગ -૧૨ સહિત 29 બોટલ દારૂ કુલ કી.રૂ .૮૭૦૦ નો મુદામાલ પોલીસે ઝડપી ઝડપયો હતો.પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી આમીનભાઈ અનવરભાઈ કાજડીયાને ઝડપી કાર્યવાહી આગળ ધપાવી હતી.

આ કામગીરી માં હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ રાજેન્દ્રદાન ટાપરીયા, કિશોરભાઈ પટેલ, તેજપાલ સિંહ ઝાલા, જીતુભાઈ પટેલ તથા અન્ય સ્ટાફ જોડાયો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!