ત્રણ સ્થળે જુગાર કબલ ઝડપાઇ, સાતેક મહિલા પણ જુગાર રમતા ઝડપાઇ
મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ ઠેરઠેર ત્રાટકતા જુગારની મોજ માણવા બેઠેલા 45 ઝડપાઇ ગયા હતા.જેમાં ટંકારા પોલીસે શક્તિનગર ગામે શક્તિનગર પ્રાથમીક શાળા પાછળ ખુલ્લામાં જુગાર રમતા ભાવેશભાઈ સવજીભાઈ સંઘાણી, વિજયભાઈ હંસરાજભાઈ ભાગીયા, ચંદ્રકાંતભાઈ જસમતભાઈ સંઘાણી, ગણેશભાઈ કરશનભાઈ ભાગીયા, વસ્તાભાઈ મોતીભાઈ મુછારા, જીગ્નેશભાઈ ભવાનભાઈ પાલરીયા, જાદવજીભાઈ કરશનભાઈ ભાગીયા અને નરભેરામભાઈ જસમતભાઈ સંઘાણીને રોકડા રૂપિયા 35,600 સાથે ઝડપી લીધા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા, કિશનભાઇ ઉકાભાઇ ટોયટા અને કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલાને રોકડા રૂપિયા 10,350 સાથે ઝડપી લીધા હતા.
તેમજ સીટી બી ડિવિઝન પોલીસ ટીમે રણછોડનગરમાં સાંઈબાબા મંદિર પાછળ રહેણાંકમાં નીખીલભાઇ રાજેશભાઇ સોલંકી જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી નીખીલભાઇ રાજેશભાઇ સોલંકી, વિજયભાઇ નાગજીભાઇ રાવા, આવેશભાઇ અબ્બાસભાઇ નોડે, દેવાંગભાઇ જગદીશભાઇ લાંઘણોજા, શાંતીલાલ કેશુભાઇ કિડીયા, સંજયભાઇ દિનેશભાઇ ગજીયા, અજયભાઇ પ્રેમજીભાઇ ઇન્દરીયા, શબ્બીરભાઇ હારૂનભાઇ માણેક, હંસાબેન માધુભાઇ ડાભી અને ગીતાબેન રમેશભાઇ ધરજીયાને રોકડા રૂપિયા 62,310ની રોકડા સાથે ઝડપી લીધા હતા.
ઉપરાંત મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ મંગલજયોત એપાર્ટમેન્ટમાં ડી-103 ફ્લેટમાં રહેતી મીનાબેન હરેશભાઇ સેરશીયા નામની મહિલા નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેઇડ કરી જુગાર રમતા મીનાબેન હરેશભાઇ સેરશીયા, જશીબેન દશરથભાઇ, દિપ્તીબેન ભાવેશભાઇ બાલધા, હિરલબેન યોગેશભાઇ ટીટોડીયા, મનીષાબેન હરેશભાઇ ખાચર, રવિભાઇ પુનીતભાઇ સેરશીયા અને મનિષભાઇ ઉર્ફે લાલો અજીતભાઇ સારદીયાને રોકડા રૂપિયા 25,100 સાથે ઝડપી લીધા
મોરબી તાલુકાના ભળીયાદ ગામે તાલુકા પોલીસે રામાપીરના ઢોળા પાસે પોલીસે જાહેરમાં જુગાર રમતા જયુભા પચાણજી ઝાલા, દશરથભાઇ રમેશભાઇ મકવાણા, રામજીભાઇ સવશીભાઇ સનુરા, અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા અને રવિભાઇ હેમંતભાઇ કુંવરીયાને રોકડા રૂપિયા 35,400 સાથે ઝડપી લીધા હતા. જ્યારે સાગરભાઇ કિશોરભાઇ રાઠોડ ફરાર થઈ ગયો હતો.
હળવદ પોલીસે હળવદ તાલુકાના દેવળીયા ગામે પાધેડા વાળી સીમમાં વોકળાનાં કાંઠે જુગાર રમતા શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા, રમેશભાઈ મનજીભાઈ માલાસણા, કાંતીલાલ ભુદરભાઈ જોટાણીયા, અરવિંદભાઇ લક્ષમણભાઈ ભોરણીયા અને પ્રકાશભાઈ રૂગનાથભાઈ ભોરણીયાને રોકડા રૂપિયા 24,500 સાથે ઝડપી લીધા હતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે સોનાટા કારખાના સામે જાહેર જગ્યામાં જુગાર રમતાં બળદેવભાઇ વજાભાઇ ધરજીયા, સમીરભાઇ લતીફભાઇ ભટ્ટી, ભરતભાઇ લાભુભાઇ સાકલપરા દિનેશભાઇ કરશનભાઇ મકવાણા, સંજયભાઇ રણછોડભાઇ સરૈયા, વાઘજીભાઇ જેરામભાઇ સુંડાણી, લાભાભાઇ રૂડાભાઇ સરૈયા, ભરતભાઇ મુળજીભાઇ ભોયાને રોકડ રૂ.૫૦,૭૦૦ સાથે ઝડપી લીધા હતા.