મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુના વધુ પાંચ બનવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં ચક્કર આવતા પડી ગયેલા યુવાન અને ટ્રેન અડફેટે યુવાન કાળનો કોળીઓ બની ગયા સહિત પાંચ મોત નોંધાતા પોલીસે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અપમૃત્યુના કેસની વિગત મુજબ મોરબીની ક્રાન્તિજ્યોત સોસાયટીમાં પંકજભાઇ ભગવાનજીભાઇ કગથરા નામના 40 વર્ષીય યુવાનનું કોઈ કારણ સર મૃત્યુ નિપજયું હતું અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસને જાણ કરાતા પોલીસે દોડી જઇ મૃતદેહને પોર્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના અન્ય એક કેસમાં મોરબીના લગ્ધીરપુર રોડ આવેલ સીલ્કટચ કારખાનામાં કામ કરતા મુકેશ દેવકરણભાઇ વારવા નામના 26 વર્ષીય યુવાનને ચક્કર આવતા પડી ગયા હતા.જેની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે મોરબી તાલુકાના ચાચાપર રામેશ્વર નગર એન્ટી પોલીમર કારખાનાની ઓરડીમાં ધનકીબેન નાનાલાલ ગરવાલ (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ કોઈ પણ કારણોસર જાતે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેણીનું મોત નીપજ્યું હતું આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે દોડી જઇ મૃતદેહનો કબ્જો સાંભળી પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમા રંગપર ગામની એપ્રીકોટ સીરામીક મજુરોની ઓરડીમા મનીષકુમાર શ્રી શ્યામ નારાયણ ગીરી નામના યુવાને અકળ કારણોસર ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું .આ અંગે મોરબી તાલુકા પોલીસે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત હળવદના વિકલાંગ વિદ્યાલય પાછળ આવેલ રેલ્વે ના પાટા નજીક દીનેશભાઇ અવસરભાઇ કાંજીયા
(રહે.જી.આઇ.ડી.સી. હળવદ આશરે ઉ.વ.૩૫ તા.હળવદ)એ કોઇપણ કારણોસર રેલ્વે એક્સીડન્ટ ટ્રોમામા ટ્રેન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.