Thursday, January 2, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવો

મોરબી : રણછોડનગરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૨નાં રોજ મોરબીનાં રણછોડનગરમાં રહેતા મનસુખભાઈ પ્રેમજીભાઈ ઉધરેજા (ઉં.વ.૩૫) નામનાં યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : સીરામીક કારખાનામાં મશીન ઉપરથી પડી જતાં યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાસે રહેતો મહેન્દ્રભાઈ રણજીતભાઇ કોળી (ઉં.વ.૩૨) નામનો યુવાન ગઈકાલે તા. ૨૨નાં રોજ બેલા ગામની સીમમાં આવેલ સેલજા સીરામીક કારખાનામાં મશીન ઉપરથી પડી જતાં ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : ચાંચાપર ગામે હાર્ટએટેક આવતા આધેડનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં ચાંચાપર ગામે રહેતા કૈલાસભાઈ વલમજીભાઈ ભાલોડીયા (ઉં.વ.૪૫) ને ગઈકાલે તા. ૨૨નાં રોજ હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. બાદમાં મૃતકની ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરનાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યાં હતાં. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વઘુ તપાસ હાથ ધરી છે.

હળવદ : નર્મદા કેનાલમાં પડી જતાં ડૂબી જતા યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૨ નાં રોજ હળવદનાં સરા રોડ પર રહેતો રાહુલભાઈ લાલજીભાઈ શીરોયા(ઉં.વ.૨૦) નામનો યુવાન કોઈ કારણસર હળવદ મોરબી રોડ પરથી નીકળતી નર્મદા કેનાલમાં પડી જતાં પાણીમાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!