અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. ત્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સામાજિક કાર્યકરો પણ તંત્રની સાથે લોકોની મદદ કરવા આગળ આવ્યા છે અને જરૂર પડ્યે તંત્ર સાથે ખડેપગે સેવા આપવા પણ સામાજિક કાર્યકરોએ તૈયારી દર્શાવી છે.
મોરબીના સામાજીક કાર્યકરોએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાતને બીપરજોઇ વાવાજોડું ઢમરોડી રહ્યુ છે. આવા સમયે મોરબીના જીલ્લા વહીયટી તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સામાજીક કાર્યકરો આવી કપરી સ્થિતિમાં મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, જીજ્ઞેશભાઇ પંડયા, અશોકભાઇ ખરચરીયા, મુસાભાઇ બ્લોચ અજયભાઇ લાભુભાઇ વાઘાણીએ વાવાજોડોમાં ફસાયેલા લોકોને કોઈપણ પ્રકારની સહાયતા પહોંચાડવા તત્પર હોવાનું જણાવ્યું હતું. આ મામલે સામાજીક કાર્યકરનો સંપર્ક નંબર રાજુભાઈ દવે – મોં. ૯૭૨૬૫ ૯૮૬૧૬, જગદીશભાઇ-મો. ૯૧૦૬૫ ૧૮૧૮૯ તેમજ મુસાભાઇ બ્લોચો- મો. ૯૭૨૭૩ ૧૭૮૬૪, અજયભાઇ લાભુભાઇ વાઘાણી મો. ૯૯૦૯૮ ૪૧૧૦૦, જીજ્ઞેશભાઇ તથા અશોકભાઇ, સમગ્ર મોરબી જીલ્લામાં સામાજીક કાર્યકરોની ટીમ ગમે ત્યારે સેવા આપવા તત્પર છે. તેમ તેઓએ જણાવ્યું હતું.