મોરબીથી સાત કિમી દુર આવેલ વાંકાનેર ધોરી માર્ગ પર આવેલ જામ્બુડીયા ગામના દશામાંના ગેટની પાસે સવારે પાંચેક વાગ્યે ચાલીને રોડ ક્રોસ કરતા અશોકકુમાર નામના ૨૩ વર્ષીય યુવાનને અજાણ્યા વાહનના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી ગફલત ભરી રીતે ચલાવી અડફેટે ચડાવાયો હતો. જેમાં યુવાનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અજાવ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.
જયારે મોરબી તાલુકાના જીની જુથરડી ગામે રહેતા સંતકુમાર સત્યેન્દ્રસિંહ શિવનાથસિંહ રાજપૂત ઉવ ૧૭ નામના કિશોરને મોરબી તાલુકાના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જતા રસ્તે પોલો સર્કલ પાસે પુર જડપે દોડતા એક અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરુ કરી છે.
જયારે ટંકારા તાલુકા મથકે ગઈ કાલે રાત્રે લતીપર રોડ હોન્ડાના શો રૂમ ની સામે રોડ પર પસાર થતા એક અજાણ્યા વાહને મનીબેન લીંબાભાઇ ભુરીયા રહે હાલ ટંકરા તાલુકા પંચાયત કચેરી સામે વાળા પ્રૌઢ મહિલાને જોરદાર ઠોકર મારી હતી જેમાં તેણીને મોઢાના ભાગે નીચે તેમજ જમણા ખભામા તેમજ જમણા પગમા ફેકચર જેવી ઇજા કરી તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પાંચસરા ગામે રહેતા અને ખેત મજુરી કરતા મૃતકના પુત્ર કૈલાશભાઇ લીંબાભાઇ ભુરીયાએ તાલુકા પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
વાંકાનેર નજીક એસટી બસની પાછળ ટ્રેક્ટર ઘુસી ગયું
જયારે વાંકાનેર તાલુકા મથકથી સાત કિમી દુર આવેલ વડસર અને રાતીદેવરી વચ્ચે વાંકાનેર ગામડા તરફ જતા રોડ પર બે દિવસ પૂર્વે રાત્રે જીજે ૧૮ ઝેડ ૬૦૬૯ નંબરની એસટી બસને જીજે ૦૩ ઈએ ૫૦૬૪ નંબરના ટ્રેકટરના ચાલકે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો આ બનાવ બાદ ટ્રેક્ટર ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે એસટી બસના ચાલક રાજેશભાઇ હસમુખભાઇ ભટીએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરી છે.