Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં કન્ટેનરમાં છાટવાની દવાની ચોરીનાં મામલે પાંચ શખ્સોએ યુવાન સહિતનાંઓને માર મારી...

મોરબીમાં કન્ટેનરમાં છાટવાની દવાની ચોરીનાં મામલે પાંચ શખ્સોએ યુવાન સહિતનાંઓને માર મારી લુંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક ગાંધી સોસાયટીમાં રહેતા વિજયભાઈ રણછોડભાઈ જાદવએ આરોપીઓ હાર્દિકભાઈ બોપલીયા, મયુરભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, નયનભાઈ પટેલ અને સાગરભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તથા સાથેનાં વ્યક્તિઓએ કન્ટેનરમાં છાટવાની દવા ચોરી કરેલ હોય જેથી આરોપીઓએ ફરિયાદી વિજયભાઈ તથા સાથેના વ્યક્તિઓને જેતપર રોડ પર સુપર ડિસ્પ્લે કારખાને બોલાવી પીવીસી પાઈપથી આડેધડ સામાન્ય મૂઢ માર મારી ગાળો આપી જાતીપ્રત્યે અપમાનિત કરી ફરિયાદી વિજયભાઈના રોકડ રૂપિયા ૪૫૦/-, સાથેના કૈલાશભાઈનો વિવો કંપનીનો મોબાઈલ, પાવર બેંક તથા રોકડ રકમ રૂ.૨૦૦૦/- અને ગીરીશભાઈનો ઓપો કંપનીનો મોબાઈલ, બે મોટર સાઈકલની આરસી બુક અને રોકડ રૂપિયા ૨૦૦૦/- ની લુંટ કરી લઇ ગયા હતાં. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!