Thursday, January 23, 2025
HomeGujaratમોરબીમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે મારામારીનાં બનાવની ચાર ફરીયાદ નોંધાઈ

મોરબીમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે મારામારીનાં બનાવની ચાર ફરીયાદ નોંધાઈ

મોરબીમાં ત્રણ ઈસમોએ શુક્રવારે રાત્રે રીતસરનો આતંક મચાવ્યો હતો જે ત્રણ યુવાનોએ ટ્રાવેલ્સના ડ્રાઈવર સાથે ઝઘડો કર્યા બાદ નાસ્તો કરવા ગયા ત્યારે નાસ્તાના ધંધાર્થીને પ્રેમિકા સાથે સંબંધ હોવા મામલે છરીના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચી હતી તો બાદમાં પ્રેમિકાની બહેન સાથે પણ ઝઘડો થયો હતો જે સમગ્ર ઘટના મામલે કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો નાસ્તાના ધંધાર્થીને છરીના ઘા ઝીંકી દેવાયા હોય જેને નાજુક હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયો છે

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટમાં રહેતા અને ખોડીયાર ટ્રાવેલ્સના ડ્રાઈવર રમેશ શંકર શેખાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રીક્ષા વચ્ચે રાખવા મામલે આરોપી સાગર નવઘણ મુંઘવા, સાગર દેલવાડિયા અને કુલદીપ જેડા એ ત્રણ ઇસમોએ મારામારી કરી હતી અને છરી વડે ઈજા પહોંચાડી હતી તેમજ તેનો મિત્ર પીન્ટુ ઓફિસમાં જતો રહ્યો હોય જેની પાછળ જઈને ઓફિસમાં તોડફોડ કરી હતી તો બીજો બનાવ માર્કેટિંગ યાર્ડ પાસે બન્યો હતો જેમાં ફરિયાદી સાગર મનસુખ દેલવાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે મિત્રો સાગર નવઘણ મુંઘવા અને કુલદીપ સરદારજી સાથે માર્કેટિંગ યાર્ડ પાસે નાસ્તો કરવા ઉભા હોય ત્યારે નાસ્તાવાળા સંજયભાઈને પ્રેમિકા ચેતના સાથે સંબંધ હોવાની વાત કરી હતી ત્યારે સંજયભાઈ ગાંઠીયાવાળાએ ઉશ્કેરાઈ જઈને થાય તે કરી લેજે કહીને બોલાચાલી કરી હતી ત્યારે મારામારી થઇ હતી જેમાં સાગરને લાકડાના ધોકામથી અને છરી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!