મોરબીના વીસીપરા સ્મશાન રોડ જાહેર શૌચાલય નજીક જુગારની મહેફિલમાં ત્રાટકી પોલીસે રંગમાં ભંગ પડ્યો હતો અને ચાર જુગારીઓને ઝડપી લીધા હતા.જાહેર શૌચાલય પાસે જુગાર રમતા તે જ વિસ્તારના ભરત ઉર્ફે ભુરો જગદીશભાઇ વરાણીયા, રાહુલ ઉર્ફે લાલો પોપટભાઇ જાહલીયા, હરીસિંહ બાલુભા ઝાલા, અલ્પેશ ધીરૂભાઇ વરાણીયાને પોલીસે રંગેહાથ દબોચી લીધા હતા.મોરબી સીટી બી ડીવીઝન પોલિસે તમામના કબજામાંથી રૂપિયા ૮૯૦/- તથા ગંજીપતા સહિતનું સાહિત્ય કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.