Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં ભત્રીજી સાથે પરિચયમાં રહેલા યુવાનને પિતા,પુત્રએ નળીયાના ટુકડાઓના છુટા ઘા ઝીંક્યા

મોરબીમાં ભત્રીજી સાથે પરિચયમાં રહેલા યુવાનને પિતા,પુત્રએ નળીયાના ટુકડાઓના છુટા ઘા ઝીંક્યા

મોરબીના ગુલાબનગરમાં રહેતો યુવાન એક યુવતી સાથે પરિચયમાં હોવાથી યુવતીના કાકા તથા તેના પુત્ર સહિતનાઓએ યુવાનને નળીયાના ટુકડાઓના છુટા ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા અમરેલી રોડ પર આવેલ ગુલાબનગરમાં રહેતા સાગરભાઇ ચતુરભાઇ દારોદરા નામનો ઉવ.૨૨ વર્ષીય યુવાન તે જ વિસ્તારમાં રહેતા જેસંગભાઇ ખીમાભાઇ કારૂના ભાઇની દિકરી સાથે પરીચયમાં હતો. જે બાબતે આરોપી કિશનભાઈ જેસંગભાઇ કારૂ અને જેસંગભાઇ ખીમાભાઇ કારૂ યુવાન સાથે બેફામ વાણી વિલાસ આચરી નળીયાના ટુકડાઓના છુટા ઘા ઝીંકી યુવાનને જમણા પગમાં નળામાં તેમજ કપાળમાં ઇજા પહોંચી હતી. વધુમાં જેસંગભાઇએ કુહાડી બતાવી જાનથી મારી નાખવાની ઘમકી આપતા સાગરભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!