મોરબીના વીસીપરા અંદર આવેલા કુલીનગરમાં બે મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે વિશિપરાના કુલીનગરમાં ઉજાલા ડેરી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમી રહેલ રંજનબેન મુનાભાઇ બાલુભાઇ ગોરાવા, હનિફાબેન સઇદુભાઇ મેપાભાઇ, અશગરભાઇ હુશેનભાઇ સેડાત અને અબ્દુલભાઇ રહિમભાઇ ભટીને ઝડપી લઇ રોકડા રૂપિયા 10,550 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.