મોરબી માં સૌથી ઊંચા સિદ્ધિવિનાયક કા રાજા સહિત નાના મોટા બે હજારથી વધુ વિઘ્ન હર્તાનું વિસર્જન કરાયુ
મોરબીમાં ગણેશ ઉત્સવ બાદ વિસર્જન થતું હોય છે સર્જન તેનું વિસર્જન નક્કી છે ત્યારે મોરબીમાં જુદા જુદા ગણેશ ની પ્રતિમાઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પાલિકા તંત્ર દ્વારા નાના મોટા બે હજારથી વધુ વિઘ્નહર્તા નું વિસર્જન શાંતિપુર્ણ થયું છે.
મોરબીમાં ગણેશ મંડપ સર્વિસ અને અરવિંદ બારૈયા દ્વારા સંચાલિત ગ્રુપ દ્વારા સિદ્ધિવિનાયક કા રાજા સૌથી ઉચી પ્રતિમા ધરાવતા ગણપતિ છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે જેમાં આં ગણપતિ લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ પણ મોરબી વાસીઓ માટે માનવામાં આવે છે ત્યારે ગઇકાલે વિસર્જન નાં દિવસે આં સિદ્ધિવિનાયક કા રાજા ને મરાઠી પદ્ધતિથી મોરબીના કેનાલ રોડ,રવાપર રોડ,ઉમિયા સર્કલ,નવા બસ સ્ટેન્ડ,બાપા સીતારામ ચોક સહિતના વિસ્તાર માં ફર્યા હતા જેમાં ખજૂર જીગ્લી ફેવરિટ નીતિન પંડ્યા પણ જોડાયા હતા બાદમાં મહા આરતી કરી અને આં સિદ્ધિવિનાયક કા રાજા નું જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ ૦૩ ડેમમાં વિસર્જન કરાયું હતું જેમાં પાલીકા તંત્રની ખાસ ટીમ તૈનાત રહી અને આં વિસર્જન કરાયું હતું.
મોરબીના ગણેશ વિસર્જન માટે આં એક ખાસ પોઇન્ટ ઊભો કર્યો હતો જેમાં મોરબી નગર પાલીકા,ફાયર નાં તમમાં માણસો દ્વારા ખાસ વ્યવસ્થા કરી કોઈ વિઘ્ન ન આવે એ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી મોરબી પાલિકાના હરેશ ભાઈ બુચાના જણાવ્યા અનુસાર મોરબીમાં જુદા જુદા મળી મોટા ૭૦૦ જેટલા ગણેશ મળી કુલ મળી બે હજારથી વધુ ગણેશનું વિસર્જન કરાયું હતું આં ઉપરાંત મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પણ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં મોરબી એ ડિવિઝન પીઆઈ એમ પી પંડ્યા,ટ્રાફિક પીએસઆઈ બી વી ઝાલા તેમજ એલસીબી,એસસોજી સહિતનો પોલીસ કાફલો અત સુધી ખડે પગે રહ્યો હતો.
આ ગણેશ વિસર્જન માં મોરબી સિદ્ધિ વિનાયક ગ્રુપ નાં અરવિંદ બારૈયા,અશોક બારૈયા, પ્રદીપ ભાલોડિયા,સંજય પટેલ સહિતની ટીમ દ્વારા ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલદી આં નાં નાડ સાથે ભાવ પૂર્ણ વિદાય આપી હતી.