નવરાત્રી મહોત્સવના છેલ્લા દિવસે સનાળા ગામની 4 બાળાઓએ રજુ કર્યો તલવાર રાસ.
મોરબીમાં માં આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગતરોજ નવરાત્રી પર્વના અંતિમ દિવસે પ્રાચીન ગરબી ઓમાં વિવિધ પ્રોગ્રામો રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે શહેર ના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે પ્રથમ વર્ષ આયોજીત રાસોત્સવમાં શનાળા ગામની 4 બાળાઓએ તલવાર રાસ રજુ કરી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કરી દીઘા હતા.મોરબી પંથકમાં શેરીએ-શેરીએ કે પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામી હતી. જો કે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈને મર્યાદિત બાળાઓ અને લોકોની હાજરી વચ્ચે જ શેરી ગરબીઓ યોજાઈ રહી હતી.જેમાં નાની બાળાથી લઈને મોટી બાળાઓ પણ રાસ ગરબે ઝૂમીને માતાજીની ભક્તિમાં તલ્લીન બની હતી.ત્યારે આ ચાલું વર્ષ શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રથમ વખત રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવરાત્રી પર્વના અંતિમ દિવસે શનાળા ગામની ઝાલા જાહન્વીબા લવભદ્રસિંહ,ઝાલા જીયાબા લવભદ્રસિંહ, જાડેજા હરેશ્વરીબા વિક્રમસિંહ, ગોહેલ ઉવર્શીબા પૃથ્વીરાજસિંહ નામની 4 બાળાઓએ તલવાર રાસ રજુ કરી ઉપસ્થિત સર્વ ને મંત્રમુગ્ધ કરી દીઘા હતા.