Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ ચાર સ્થળેથી દારૂની બોટલો સાથે ૬ ઝડપાયા

મોરબીમાં અલગ અલગ ચાર સ્થળેથી દારૂની બોટલો સાથે ૬ ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાવડી રોડ કબીર આશ્રમ નજીક ભક્તિનગર સોસાયટીનાં નાકા પાસેથી વિદેશી દારૂની મેકડોવેલ્સ સુપીરીયર વ્હિસ્કીની ૭૫૦ એમએલની કંપની શીલ બંધ બોટલો નંગ-૦૨ કિં.રૂ.૭૫૦/- સાથે આરોપીઓ કિશનભાઈ ભીખાભાઈ મેવાડા, cc અને પ્રભુલાલ નાથાભાઈ વાંક એમ કુલ ૩ ઈસમોને ઝડપી પાડ્યા હતાં તો બીજા બનાવમાં મચ્છીપીઠ ઘાંચી શેરી નં. ૮માંથી મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હિસ્કીની કંપની શીલ બંધ ૭૫૦ એમએલની બોટલો નંગ-૦૪ કિં.રૂ.૧૫૦૦ સાથે આરોપી સુલતાનભાઈ અબ્બાસભાઈ નોતીયારને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જ્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની બ્લેન્ડર્સ પ્રાઈડ સિલેક્ટ પ્રિમિયર વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની શીલપેક બોટલો નંગ-૦૩ કિં.રૂ.૨૫૫૦/- સાથે આરોપી અલ્કેશભાઈ રામજીભાઈ થડોડાને ઝડપી પાડ્યો હતો તો બીજા બનાવમાં નવલખી ફાટક નજીક સેન્ટમેરી સ્કુલ સામેથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૩૬-ક્યુ-૮૧૬૦ કિં.રૂ.૧૦,૦૦૦/- વાળામાં ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં. ૦૧ સુપીરીયર વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૦૧ કિં.રૂ.૩૫૦ની હેરાફેરી કરતાં આરોપી રવીભાઈ નરભેરામભાઈ બોપલીયાને ઝડપી પાડી દારૂની બોટલ તથા બાઈક મળી કુલ રૂ. ૧૦,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!