Saturday, October 12, 2024
HomeGujaratમોરબી-માળીયા નેશનલ હાઈવે રોડ પર બહાદુરગઢ ગામ નજીક કાર પલટી મારી જતાં...

મોરબી-માળીયા નેશનલ હાઈવે રોડ પર બહાદુરગઢ ગામ નજીક કાર પલટી મારી જતાં કારમાં બેઠેલા લોકો ઈજાગ્રસ્ત

ટંકારા સરકારી હોસ્પિટલ પાસે રહેતા સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી (ઉં.વ.૪૫) એ આરોપી સ્વીફ્ટ કાર નં. જીજે-૩૬-એલ-૪૦૪૨નાં ચાલક આરીફ ઈસ્માઈલભાઈ દલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૬નાં રોજ સ્વીફટ કારનાં ચાલક આરીફે પોતાની કાર પુર ઝડપે ચલાવીને મોરબી માળીયા નેશનલ હાઈવે પર બહાદુરગઢ ગામના પાટિયા નજીક રોદો તારવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી કાર રોડના ડિવાઈડર પર ચડાવી દઈ પલટી ખવડાવતા ગાડીમાં બેઠેલ ફરિયાદીને જમણા હાથમાં ખંભાથી કોણી વચ્ચે ફેકચર જેવી ઈજા તથા સાથેના વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોચાડી અકસ્માત થયાની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહિ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!