મોરબીના આમરણ ગામે પેસેન્જર ભરવા બાબતે કુઝર ગાડીના બે ધંધાર્થીઓ વચ્ચે મોટાપાયે માથાકૂટ થતા જીવલેણ હથિયારો ઉડ્યા હતા. આ મારામારીમાં સાત લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવને પગલે બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં બઘડાટી બોલી જતા તંગદિલી સર્જાઈ હતી. આ પ્રકરણમાં આમરણ ગામે રહેતા આસિફમિયા અબ્બાસમિયા બુખારિના ભાઈ ઇંદ્રિશમિયા સાથે અગાઉ કુઝરમાં પેસેન્જર ભરવા બાબતે થયેલા ડખ્ખાનો ખાર રાખી આરોપીઓ જાવીદમિયા બસીરમીયા બુખારી, યાસીનમિયા બળુમિયા બુખારી, વસિમિયા કાદરમિયા બુખારી, આરીફમિયા ઉર્ફે જીંગો અલ્લારખા બુખારી, નજીરમિયા બસીરમિયા બુખારી સહિતના ઇંદ્રિશમિયા ઉપર લોખડના પાઇપ અને ધોકા સાથે તૂટી પડ્યા હતા.જેમાં આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા આસિફમિયા તેમજ સાહેદો સલીમમિયા,તોફિકમિયા અને કાદરમિયા ધોકાથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આ અંગે આસિફમિયા અબ્બાસમિયા બુખારિએ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે જાવીદમીયા બસીરમીયા બુખારી જાતે સૈયદએ ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારી, અસરફમીયા અબ્બાસમીયા બુખારી, ગુલામ હુસૈન અસરફમીયા બુખારી, સલીમમીયા સમસુદીન બુખારી અને સબ્બીરમીયા ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી સામે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું કે અગાઉ ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલા મગજમારીનું વેર વાળવા આરોપીઓએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા સાથે ધસી આવી આવી ક્રૂઝર ગાડીનો કાચ તોડી નાખ્યો હતો અને મુંઢ માર મારીને ઇજા કરી હતી તેમજ સાહેદ યાસીનમીયા બુખારી છોડાવવા આવતા તેને આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. અને વસીમમીયા બુખારીને પાઇપ વડે અને સબાનાબેન બુખારીને પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.